hard work quotes in gujarati with images,uses this post and share your social media platforms and enjoy your life.‘ Thank you’
1.“મહેનત કરવાથી ગરીબી ઘટે છે
મદદ કરવાથી પાપ ઘટે છે
અને મૌન રહેવાથી કલેશ ઘટે છે."
2.તમે દરેક ભસતા કૂતરા સામે રોકાઈને
પથ્થર ફેંકતા રહેશો તો તમારી
મંઝિલે કદી નહિ પહોંચી શકો.
એના કરતાં હાથમાં બિસ્કીટો રાખો
અને આગળ વધતા રહો.
3.કુદરત બધાને હીરા જ બનાવે છે.
બસ ઘસાય છે, એજ ચમકે છે.
6.જિંદગી એક પરિશ્રમ છે
અને મૃત્યુ એક વિશ્રામ છે
એટલે જ્યાં સુધી જીવતાં છો
ત્યાં સુધી મહેનત કરતાં જ રહો.
7.જિંદગીમાં ફક્ત એટલી જ સીમાઓ છે
જેટલી આપણે તેને બનાવીએ છીએ.
8.જિંદગીમાં તકલીફો આવે ત્યારે જ તો આપણને ખબર પડે છે કે આપણામાં કેટલી તાકાત છે.
10.જો તમે ઈચ્છતા હો કે
તમારા નજીકના સાચા માર્ગે ચાલે તો
તેને માર્ગની જાણકારી ન આપો,
તેમને એ માર્ગે ચાલીને બતાવો.
13.અસંભવ કશું જ નથી આ દુનિયામાં
તું થોડીક હિમ્મત તો કર
સપનું બદલી જશે હકીકતમાં
તું થોડોક પ્રયત્ન તો કર.
15.નિરંતર પ્રયાસ એ સફળતા માટે નો
સૌથી ટૂંકો રસ્તો છે.
16.delete જેટલું ઝડપી થાય છે
download એટલું ઝડપી નથી થતું
કેમ કે સર્જનમાં વાર થાય છે
વિસર્જનમાં નહીં."
17.બીજાની success story વાંચવા કરતાં
લાખ ઘણું સારું છે કે,
આપણે પોનાની જ success story બનાવીએ માટે ઉઠો અને શરૂઆત કરો.
18.સુખનો સૂરજ ત્યારે જ ઊગશે
જ્યારે આપણે
દુઃખોની રાતોથી લડતાં રહીશું.
19.દુનિયા મજાક કરે કે તિરસ્કાર કરે
તેની ચિંતા કર્યા વગર જ મનુષ્યને
પોતાનું કામ કરવું જોઈએ.
21.જ્યાં સુધી કોઈ કામને કરવામાં ન આવે
ત્યાં સુધી એ કામ,આપણને અઘરું લાગે છે."
23.જીંદગીમાં સુખી થવું હોય તો,
તમારી જાત સિવાય કોઈ પાસે અપેક્ષા રાખવી નહીં.
24.જો માનવી શીખવા માગે તો એની
દરેક ભૂલ એને કંઈક ને કંઈક
શિખામણ આપે છે.
25.મન ગમતુ બધું મળી જાય તો
જીવવા ની શુ મજા..??
જીવવા માટે એકાદ કમી પણ
જરુરી છે સાહેબ..!!
26.સમય હાથથી નીકળી જાય છે,
પછી માત્ર પસ્તાવો જ હાથ લાગે છે
27.કયાં ને કેટલા વળાંકો આવશે કોને
ખબર, હજી તો રસ્તાઓ સાથે ઓળખાણ ચાલે છે.
28.માણસને બધું એની મહેનતથી નથી મળતું,
ઘણી વખત કોઈના આશીવૉદ પણ કામ કરી જાય છે.
29 .એક વાત હંમેશા યાદ રાખજો સાહેબ,
કે મોટા કામની શરુઆત એક નાના વિચારથી જ થાય છે !!





























ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો